મેલબોર્ન માં મિત્રો ના કરતૂતો ની યાદો

near yarra.jpg

શરુ વાત ક્યાં થી કરવી એ નથી સમજાતુ!!કેટ કેટલા દિવસો જેમાં આખો દિવસ યુનિવસિૅટિ મા ભણી ને કે ડોલર કમાવા ની રઝળપાટ કરી ને થાકી ને આવ્યા હોઇ એ ત્યારે કશું ન કરવાની ઇચ્છા હોય છતાય મિત્રો ની મજIક અને હરકતો આખા દિવસ નો માનસિક તનાવ કે થાક દૂર કરી દેતો હોય છે.મારા મેલબોર્ન ખાતે ના અભ્યાસ દરમ્યાન એવા કેટલાય મિત્રો મળ્યા‌ કે જિંદગી ભર ખૂબ ઊંડી છાપ છોડી ગયા,એમાં સારી અને ખરાબ બન્ને આવી ગઇ.સારી અને ખરાબ યાદો મા સારી ને વાગોળીશું.આ બધા મિત્રો ના મિત્રો હતા અને એમા થી મિત્ર વર્તુળ બનતુ ગયુ.

શરુવાત ના દિવસો મા હું મારા બાળપણ ના મિત્ર સૌજ્ન્ય ને ત્યા રોકયો હતો જે તેના મિત્ર મનિષના ત્યા રેહતો હતો.મનિષ સ્વભાવ થી ઉદાર અને રંગીન મિજાજ નો હતો. સુખી પરિવાર માથી આવતો હોઇ ફી ના માટે ભાગદોડ કરવાની જરૂર ન હોઇ ફ્ક્ત ખર્ચ અને શોખ પુરા કરવા માટે જ કામ કરતો હતો.મહત્ત્મ અંશે એનો પગાર કેશિનો મા શર્ત લગાવા માં, મહેફિલ મા જામ લગાવા મા અને છોકરી ઓ પાછળ ઐયાશી મા જતો હતો.આજ કારણ થી અભ્યાસ માં ધ્યાન ન અપાતા ઇમીગ્રેશન વિભાગે વિઝા રદ્દ કરી ને ભારત પરત મોક્લ્યો હતો.આમ તો એની જોડે બહુ સમય વિતાવેલો નહિ પણ અહીં એનો ઉલ્લેખ એટ્લા માટે કર્યો કે જતા પેહલા મારા ૨૭૦ ડૉલર ચાઉ કરી ગયો હતો.

મારી પાછળ પાછળ મારા એક દૂર ના ફોઈ નો દીકરો મયુર પણ અભ્યાસ હેતુ અહીં આવ્યો હતો.તે જ્યારે આવ્યો ત્યારે ખૂબ પાતળો હોઈ એનું નામ દોરીદાદા રાખેલ હતું.બીજું એ કારણ હતું કે ઘર મા બે મયુર હતા જેથી કરી ને બંને ને સરખી રીતે બોલાવી શકાય.હવે આગળ ના લખાણ માં દોરી નામ આવે તો તે મારા ફોઈ નો મયુર જ છે એવું સમજવું.સૌજન્ય ની સાથે બીજા બે મિત્રો પણ રહેતા હતાં એમાં એક ધીરેન તેને અમો ભોલું પણ કેહતા હતા અને બીજો હતો અલ્પેશ જે ને મામા ના નામે ઓળખાતા હતા.દોરી ના આવવાથી ઘર માં થોડી સંકડામણ થઈ ગઈ હતી કેમ કે ઘર માં ધાર્યા કરતાં માણસો ની સંખ્યા વધી ગઈ હતી.મુશ્કેલી ત્યારે થતી જ્યારે સવારે બધા ને કામ પર કે યુનિવર્સિટી માં જવાનું હોય અને સ્નાનાગાર અને સંડાસ માં થતી બધાની વાર! રીતસર ની હાર લાગતી હતી. આવા માં પાછું દોરી ને સંડાસ માં એટલી બધી વાર લાગતી કે ના પૂછો વાત.એક દિવસ અલ્પેશ ને બહુ મોડું થતું હતું અને દોરી ને ક્યાંય જવાનું ન હોવા છતાં ય સંડાસ માં જતા રહેતા,અલ્પેશ નું મગજ તાપી ગયું.અલ્પેશ એ દોરી ને બારણું તોડી ને બહાર કાઢવાની ધમકી આપી અને થોડી બબાલ થઈ ગઈ હતી.અલ્પેશ નો આ ગુસ્સો પસંદ ના આવતા મેં અને દોરી એ નવું ઘર શોધી લીધું હતું,પણ સૌજન્ય એમ જવા દે એવો નહોતો તેથી રદ્દ કરવું પડેલું. પાછળ થી અલ્પેશ એ અમને કહેલું કે સંડાસ ના કરવા દેવા ને કારણે ઘર થોડું છો દેવાય,આ સાંભળતા બધું સૌ હસી પડતા ઘી ઠામ માં પડ્યું એમ વિચારી ને બધું થાળે પડ્યું હતું.

એક વખત ની વાત છે જ્યારે હું રાતપાલી નું કામ પતાવી ને સવારે ઘરે આવ્યો અને જોયું તું ઘર માં બેસવાની જગ્યા પણ નહોતી.આશ્ચર્ય ની વાત છે ને કે બે ઓરડા ના ઘર માં બેસવાની જગ્યા નથી! વાત એમ હતી કે આગળ ની રાતે સૌજન્ય ના જન્મદિવસ ની મિજબાની માં આસવ પર આસવ લગાવી ને બધા ટલ્લી થઈ ને જ્યાં જગ્યા મળે ત્યાં સુઇ ગયા હતા. મેં જોયું કે સૌજન્ય હીટર આગળ બેસી ને કંઈક હાથ માં લઇ ને સુકવતો હતો.પાસે આવી ને તેને હાર્દિક અભિનંદન આપીને બેઠો તો ખબર પડી કે જાંગિયો સુકવતો હતો.મેલબોર્ન માં ઠંડી ને લીધે હીટર તો જોઈ એ જ અને હા કપડાં ના સુકાય તો સૂકવવા પણ પડે હીટર આગળ.તે દિવસે મને યાદ છે ત્યાં સુધી ૧૮ મિત્રો સુતા હતા.

જ્યારે છોકરા એકલા રહેતા હોય ત્યારે ખાવા નું બનાવી ને ઘર સ્વચ્છ રાખવું સુધી ના કામ જાતે જ કરવા ના હોય છે.તેથી કામ ની માથા કુટો ચાલુ જ હોય છે તેથી બધા એ મળી ને નક્કી કર્યું કે બધા કામ વહેચી લેવા જેથી કરી ને એક વ્યક્તિ પર કામ વધી ના જાય. ત્રણ ની જોડ બનાવી ને કામ કરવાનું હતું.એક વાસણ માંજવા અને બાકી ના બે રસોઈ બનાવી લેવાની હતી.તે દિવસે ધીરેન એટલકે ભોલા નો વારો હતો.એને રસોઈ ની મૂળભૂત સિદ્ધાંતો ખબર હતા પણ કદાપિ હાથ અજમાવેલ નહીં.હું અભ્યાસ પતાવી ને ઘરે આવ્યો અને રસોડા માં પાણી પીતો હતો ત્યારે હતોત્સાહી થઈ ને મને ભોલા એ કહ્યું જોઈ લે અને સૂંઘી લે મારા હાથ ની રસોઈ નો સ્વાદ,એટલે મેં વળી કુકર ખોલી ને જોયું અને હસવાનું મંડ ખાળી શક્યો હતો.સૌજન્ય તો ચડે ઘોડે જ હતો એને મને પૂછ્યું કે કેમ શુ થયું? પ્રતિયુત્તર માં માત્ર એટલું જ કહી શક્યો કે શાક માં પાણી છે કે પાણી માં શાક એ નથી સમજાતું.પરંતુ ભોલા ના પ્રયત્ન ને વ્યર્થ જવા દેવો નહોતો કેમ કે બધા ના પેટ માં હાથી રમતા હતા તેથી એ શાક ની સરખું કરી ને બધા સાથે જમ્યા.

એવો બીજો પ્રસંગ હતો ભજીયા નો, જેમાં ભજિયા સફળતાપૂર્વક બન્યા હતા.આ બે મિત્રો નો ઉલ્લેખ કરવો રહી ગયો છે. અજય અને મયુર બંને મારી પેહલા જ સૌજન્ય ને ત્યાં રહેવા આવેલા હતા.મયુર નું નામ આપણે આગળ જ્યારે દોરીદાદા ના નામકારણ કરતા હતા ત્યારે કરેલ છે.આ બંને અમદાવાદ શાહીબાગ ના એક બીજા ના લંગોટિયા મિત્ર હતા.મેલબોર્ન ની ઠંડી અને એમાં પાછો વરસાદ,કોઈ એવો ભાગ્યેજ હશે કે એને ચા અને ભજીયા ખાવા ના ગમે.અમે સૌ એ ભેગા મળી ને ભજીયા ઉતાર્યા ને ચા પણ બનાવી હતી. મયુર ને એમ કે લાવો તળેલું તેલ ને ગળી લઈએ.એને કડાઈ માંથી તેલ ને પ્લાસ્ટિક ગળણી વાપરી ને પ્લાસ્ટિક ની બરણી માં ભરવાનું ચાલુ કર્યું. નિર્ણય જોવા જેવો હતો.અડધી મિનિટ ગળણી ના કાંણા ખુલ્લા હતા ત્યાં સુધી ગરમ તેલ નીચે પ્લાસ્ટિક ની બરણી માં ગયું અને પછી,ના પૂછો વાત…બને પ્લાસ્ટિક ની સાધનો ની જે હાલત થઈ કે બિચારી ગળણી ને બિચારી બરણી કહેવાનું મન થઇ ઉઠ્યું. આખરે ગળણી ના કાંણા પુરાઈ ગયા અને બરણી નો આકાર રમુજી થઈ ગયો.

મનીષ ના ભારતમાં પાછા જવાને લીધે અને મિત્રો ની સંખ્યા વધતા અમારે નવા ઘર માં રહેવા જવું પડેલ જે ખાનગી માલિકી નું હતું.એના મલિક નું નામ હતું બેંગ બૂ હતું એ મૂળ વિયેતનામ નો હતો.ઘર ઘણું મોટું હતું જેમાં ત્રણ શયનખંડ એક મોટો દિવનખંડ અને એક મોટું રસોડું હતું.અમે રહેવા વાળા હતા આંઠ અને મહત્તમ અંશે બધા દિવનખંડ માં હીટર હોઈ એમાં જ સુતા હતા તેથી બાકી ના શયનખંડ ખાલી રહેતા હતા. આ ઘર માં બીજા બે મિત્રો નું આગમન થયું એમાં એક હતો કૃણાલ અને બીજો હતો મનદીપ.મનદીપ અને હું બાલ મંદિર ના મિત્રો હતા.જ્યારે કૃણાલ દોરી નો સ્નાતક કાળ નો ભેરુ હતો.કૃણાલ લંબાઈ માં નાનો હોઈ એનું નામ સર્કિટ અને બાઠયો પાડ્યું હતું.પરદેશ માં કોઈ નવા પર વિશ્વાસ નહીં રાખવો એવી સલાહ નું માન રાખતો હતો.મારુ કામ કોઈ નવું આવે એને બેન્ક ના ખાતા ખોલવા લઇ જવાનું હતું.મેં એનું ખાતું ખોલાવી આપ્યું ત્યારે તેણે મારી સમક્ષ નાણાં જમા કરવા નું ટાળતા મને થોડુંક અચરજ લાગેલું.જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મને બોલતો હતો કે અમારા ખાતા ખોલવા માંથી તને કમિશન મળે છે તો એના ભાગ નું કમિશન એને આપી દે.મને તો જરાય ખબર ના પડી આ શું કહી રહ્યો છે.જ્યારે બાજુ ના ઓરડા માંથી સૌજન્ય અને અલ્પેશ ના હસવા નો અવાજ આવ્યો ત્યારે ખબર પડી કે આ કાન ભરવા ની સૌજન્ય ની ટીખળ નાનપણ છે એ હજુ ગઈ નથી.કૃણાલ ના કથન એના જ પરિણામ હતા.

 

નવા દેશ માં આવવાથી કૃણાલ સ્વભાવ થી થોડો શંકાશીલ અને ડરપોક હતો.એક વખત તેણે કર વિભાગ માં તેના મોબાઇલ પર થી વાત કરેલી હતી અને સૌજન્ય ને તે ખબર હતી. સૌજન્ય એ કૃણાલ ને ખબર ના પડે એ રીતે એનો પોતાનો નંબર કૃણાલ ના નામ થી બદલી નાંખ્યો. પછી દર અડધા કલાકે ફોન કરી ને કાપી નાંખતો હતો.હવે જોવા જેવી વાત એ હતી કે જ્યારે એવું બનતું ત્યારે કૃણાલ આવી ને મને ફરિયાદ કરતો કે એનો ખુદ નો ફોન એના પર આવે છે.આ વાત સાંભળી ને બધા મિત્રો ખૂબ હસતા જે કૃણાલ ની ચિંતા વધારતું હતું.સૌજન્ય બહાના અને વાતો બનાવામાં અવ્વલ હતો.તેને કૃણાલ ને કહ્યું કે તે આજે કર વિભાગ માં ફોન કર્યો હતો તેથી એવું થઈ રહયું છે કેમ કે તેઓ એ તારો ની નોંધ રાખી છે એમ કહી મને ફોન તપાસ કરવા આપવા કૃણાલ ને કહ્યું.મે જોયું તો મને મોબાઈલ નો નંબર જોઈ ને ખ્યાલ આવી ગયો કે આ સૌજન્ય નો જ નંબર છે.મેં પણ એના જેવું કરી ને મારો નો કૃણાલ ના નામ થી બદલી દીધો.પાછા દર અડધા કલાકે ફોન કરી ને કાપવા નો ક્રમ ચાલુ રહ્યો.કૃણાલ ની સ્થિતિ જોવા જેવી હતી, તે એવો પરેશાન થઈ રહ્યો હતો કે એક સમયે એને એમ થયું કે એનો નવો ફોન બગડી ગયો.પણ ભોલો ખરા અર્થ માં ભોળો હતો,જેણે કૃણાલ ને આખા ષડ્યંત્ર ની જાણ કરી પરેશાની માં થી છોડાવ્યો.

સૌજન્ય પાસે ગાડી હોઈ તે પીઝા ની દુકાન માં પીઝા લોકો ના ઘરે વિતરણ કરવાની નોકરી કરતો હતો.આ નોકરી સાંજે ૫-૧૦ વાગ્યા સુધી હોઈ ઘણા મિત્રો નવરાશ નો સમય એની સાથે વિતરણ કાર્ય દરિમયાન વિતાવતા હતા.એક વખત ભોલો અને સૌજન્ય ની સાથે હતો અને બંને ગાડી માં ગીતો સાંભળતા હતા.અને સૌજન્ય એ ભોલા ને એક ખાસ ગીત વગાડવા કહ્યું જે ભોલા જોડે નહોતું.ભોલા એટલા વિશ્વાસ થી કહ્યું કે ઊભે રહે તારા માટે હાલ લાવી દઉં.એમ કહી ને એને દોરી ને ફોન લગાવ્યો.દોરી ને કહ્યું ભાઈ તું તારું બ્લુટુથ ચાલુ કરી દે,મારુ અહીં ચાલુ છે તો બંને ના ફોન ના જોડાણ થકી મારા ફોન માં ગીત મોકલ.બ્લુટુથ તકનીક થી બે કોમ્પ્યુટર કે ફોન વચ્ચે કોઈ વાયર વગર જોડાણ કરી ને ફોટા કે સંગીત કે જોઈતા દસ્તાવેજો ની આપ લે કરી શકે છે.હવે ભોલો અને સૌજન્ય હતા પીઝા ની દુકાન આગળ અને દોરી હતો મુખ્ય રેલવે સ્ટેશન પર,અને બંને વચ્ચે ૮-૧૦કિમિ નું અંતર હતું.આ બંનેને એ નહોતું ખબર કે આ તકનીક બે પાંચ મીટર સુધી ના અંતર માટેજ છે.ગીત ના મળતા ભોલો એ દોરી ને એ દિવસે બરાબર ની ગાળો ભાંડી હતી.જ્યારે રાત્રી ભોજન દરિમયાન સૌજન્ય એ જાણી જોઈ ને દોરી ને સળી કરવા પૂછ્યું કે શું તકલીફ હતી કે ગીત ના મોકલ્યું ત્યારે આખા કિસ્સા ની બધા મિત્રો ને જાણ થતાં બધા હસી હસી ને લોથ પોથ થઈ ગયા.

ભોલા નું કામ એક વીજ કંપની માં ઘરે ઘરે જઈ ને વીજ વેચાણ નું હતું જેથી તે ઘર થી દુર રહેવુ પડતું હતું.આથી તેને હંમેશા ગુજરાતી ભોજન મળતું નહીં.એ જ્યારે ઘરે આવતો ત્યારે તેને ભાવતા ભોજન બનાવા ની વિનંતી કરતો.એક દિવસ એને છોલે ખાવાની ઈચ્છા થતા મારા પર ફોન આવ્યો કે યાર છોલે ખાવા છે,હું અભ્યાસ અર્થે બહાર હોઈ તેને મેં છોલે બાફવા કહ્યું જેથી ઘરે આવી ને વધારવા ના જ બાકી રહે.ઘરે આવી ને રસોડા માં ગયો અને જોયું તો બે કુકર ભરી ને છોલે બાફયા હતા.હું જોઈ ને આવાક રહી ગયો કે આટલા બધા!!!ખેર કોઈ વાંધો નહીં વાપરી દઈશું.એ દિવસે રાત ના છોલે ભાત,બીજા દિવસે સવારે નાસ્તા માં મસાલા છોલે,બપોરે ભોજન માં છોલે,રાત્રી ભોજન માં પાછા છોલે અને બીજા દિવસે સવારે નાસ્તા માં પાછા છોલે જોઈ ને કોઈ બોલ્યું નહીં પણ મનદીપ થી ના રેહવાતા એને ભોલા ને એક ખૂણા માં દબાવી કહ્યું કે “જો ભોલા આવતા છ મહિના સુધી જો છોલે નું નામ લીધું તો તને ઉપાડી ને બહાર ફેંકી દઈશ,બહુ ખાધા છોલે તારા લીધે.” બાકી ના બધા ના હસવા ના અવાજ સાથે મામલો શાંત પડતા વાર ન લાગી.

02122006112.jpg

Advertisements